|
જુનાગઢ જિલ્લામાં ભેંસાણ તાલુકાનું બરવાળા ગામ છે ,તેની પશ્વિમ દિશામાં ત્રણેક કિ.મી. દુર અને પ્રસિધ્ધ પરબની જ્ગ્યા થ એટલા જ અંતરે પૂર્વમાં, બન્નેનિ મધ્યમાં , જેતપુર-બગસરા રાજયધોરી માર્ગ પર ફેબ્રઆરી ૧૯૯૨ થી "સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ" નામથી શૈક્ષણિક સંકુલની શરૂઆત થઈ. આ શૈક્ષણિક સંકુલમા જૂન-૧૯૯૩ થી સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત થઈ.
મુળ બરવાળા ગામના રહેવાસી અને હાલમાં "આલીધ્રા ટેક્ષટાઇલ એન્જી. લી." સુરતના મેનેજીગ ડાયરેક્ટર અને ઉદ્યોગપતિ એવા સંસ્થાના દાતા તથા પ્રમુખશ્રી હંસરાજભાઇ અંબાલાલ ગોંડલિયા એ સ્વ. માતૃશ્રી દૂધીબેન અને સ્વ. પિતાશ્રી અંબાલાલના સ્મરણાર્થે શ્રીમતિ દૂધીબેન અંબાલાલ ગોંડલિયા એજયુ. ફાઉન્ડેશન નામના ટ્ર્સ્ટ દ્વારા આ સંકુલની શરૂઆત કરી.
આ કોલેજની શિક્ષણ પ્રત્યે પોતાનું આગવું દ્ર્ષ્ટિબિંદુ ધરાવે છે. એમના પોતાના ઉદેશ અને કાર્યક્ષેત્ર છે. આ કોલેજમાં આર્ટ્સ અને કોમર્સ બે વિભાગો છે. જેમાં આર્ટ્સ વિભાગમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને મનોવિજ્ઞાન વિષયો ભણાવવામાં આવે છે, જયારે કોમર્સ વિભાગમાં કોમર્સને લગતા વિષયોનું અધ્યયન થાય છે
|