|
|
 |
| |
| Entry Rules |
- કોલેજમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વ્યવહાર-વર્તન કરવાના રહેશે તેમજ વસ્ત્રપરિધાન પણ તે મુજબ હોવા જોઇએ.
- દરેક વિદ્યાર્થીએ પ્રાર્થના સમયે અચૂક ઉપસ્થિત રહેવુ.
- વિદ્યાર્થીએ ચાલુ તાસ દરમ્યાન ક્લાસરૂમમાં આવવું-જવું નહિં,તેમજ આ સમય દરમ્યાન લોબીમાં અવર-જવર ન કરવી.
- કોલેજમાં સહ-શિક્ષણની વ્યવસ્થા હોઇ વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનોએ હંમેશા મર્યાદા પૂર્વકનું વર્તન રાખવું.
- કોલેજ કેમ્પસમાં પાન-મસાલા-તમાકુ વગેરેના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.
- દરેક વિદ્યાર્થીએ હંમેશા ઓળખપત્ર શાથે રાખવું તેમજ પ્રિન્સિપાલશ્રી કે સ્ટાફના કોઇપણ સભ્ય જોવા માગે ત્યારે બતાવવાનું રહેશે.
- વિદ્યાર્થીઓએ સંસ્થાની સ્થાવર તેમજ જંગમ મિલકતોનો ઉપયોગ વિવેકપુર્ણ રીતે કરવાનો રહેશે. કોઇપણ વિદ્યાર્થી દ્વારા જાણ્યે-અજાણ્યે સંસ્થાની મિલકતને કંઇ પણ નુકસાન થશે તો જે તે વિદ્યાર્થીએ ભરપાઇ કરવાનું રહેશે.
- કોલેજમાં થતી વિવિધ પ્રવૃતિઓમાં દરેક વિદ્યાર્થીએ સહકાર આપવાનો રહેશે અને અપાયેલ સૂચના મુજબ સહભાગી થવાનું રહેશે.
- જ્યરે કોઇ કરણોસર વિદ્યાર્થીએ રજા રાખવાની થાય ત્યારે તેણે અગાઉથી જાણ કરવાની રહેશે. માંદગી સબબની ગેરહાજરી બદ્લ જરૂરી સર્ટી. તેમજ રીપોર્ટ ઓફિસમાં જમા કરાવાના રહેશે pallet racking.
- કોઇપણ વિદ્યાર્થીએ કોલેજ કેમ્પસમાં મોબાઇલ સાથે રાખવો નહિં. આમ છતા જો કોઇ વિદ્યાર્થી મોબાઇલ સાથે રખશે તો તેની સામે પગલા લેવામાં આવશે.
- કોલેજમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીએ કોલેજના વખતો-વખતના તમામ નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. તેમાં ભંગ થયે જરૂરી શિક્ષાત્મકપગલા લેવામાં આવશે.
- ધો.૧૨ પાસ કર્યાની ઓરીજીનલ માર્કશીટ સાથે બે ખરી નકલ.
- સ્કૂલ લિવીંગ સર્ટિફીકેટની બે ખરી નકલ.
- પાસપોર્ટ સાઇઝનો એક ફોટો જે ફોર્મમાં ચોંટાડવાનો છે.
- પ્રથમ પ્રયત્નનો દાખલો (ફસ્ટ ટ્રાયલ સર્ટિફીકેટ્)
|
|
|