|
જુનાગઢ જિલ્લામાં ભેંસાણ તાલુકાનું બરવાળા ગામ છે ,તેની પશ્વિમ દિશામાં ત્રણેક કિ.મી. દુર અને પ્રસિધ્ધ પરબની જ્ગ્યા થ એટલા જ અંતરે પૂર્વમાં, બન્નેનિ મધ્યમાં , જેતપુર-બગસરા રાજયધોરી માર્ગ પર ફેબ્રઆરી ૧૯૯૨ થી "સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ" નામથી શૈક્ષણિક સંકુલની શરૂઆત થઈ. આ શૈક્ષણિક સંકુલમા જૂન-૧૯૯૩ થી સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની શરૂઆત થઈ.
મુળ બરવાળા ગામના રહેવાસી અને હાલમાં આલીધ્રા ટેક્ષટાઇલ એન્જી. લી." સુરતના મેનેજીગ ડાયરેક્ટર અને ઉદ્યોગપતિ એવા સંસ્થાના દાતા તથા પ્રમુખશ્રી હંસરાજભાઇ અંબાલાલ ગોંડલિયા એ સ્વ. માતૃશ્રી દૂધીબેન અને સ્વ. પિતાશ્રી અંબાલાલના સ્મરણાર્થે શ્રીમતિ દૂધીબેન અંબાલાલ ગોંડલિયા એજયુ. ફાઉન્ડેશન નામના ટ્ર્સ્ટ દ્વારા આ સંકુલની શરૂઆત કરી.
આ કોલેજની શિક્ષણ પ્રત્યે પોતાનું આગવું દ્ર્ષ્ટિબિંદુ ધરાવે છે. એમના પોતાના ઉદેશ અને કાર્યક્ષેત્ર છે. આ કોલેજમાં આર્ટ્સ અને કોમર્સ બે વિભાગો છે. જેમાં આર્ટ્સ વિભાગમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને મનોવિજ્ઞાન વિષયો ભણાવવામાં આવે છે, જયારે કોમર્સ વિભાગમાં કોમર્સને લગતા વિષયોનું અધ્યયન થાય છે.
એન.એસ.એસ. સ્પેશીયલ અને રેગ્યુલર કેમ્પ દ્વારા વિધ્યાર્થીઓમાં શ્રમ પ્રત્યેની સમાન દ્રષ્ટિ કેળવાય તેમજ કોલેજના વિદ્યાર્થીઓમાં મિત્રતાયુક્ત, શિસ્તપુર્ણ વાતાવરણ ઉભું થાય તેમજ ગામડાનાં લોકોના પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો કરે, જેથી સર્વાંગી વિકાસ શક્ય બને.
કોલેજ સ્તરે થતાં કેટ્લાક સાંસ્કૃતિક કાર્યક્ર્મ જેવા કે નવરાત્રી મહોત્સવ, રંગોળી મહોત્સવ, ચિત્ર સ્પર્ધા, ગુરૂ-પૂર્ણિમાં, સ્વતંત્રત્ય પર્વ, પ્રજાસતાક પર્વ જેવા વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓની. સુષુપ્ત શક્તિઓને બહાર લાવી, રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સહભાગી બની રાષ્ટ્રીય ભાવના વિકસે તથા રાષ્ટ્રના વિકાસમાં સક્રિયપણે ભાગીદાર થઇ શકે તે ઉદ્વેશ શાથે સાંસ્કૃતિક કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવે છે.
સંસ્થાનું વાતાવરણ સુવ્યવસ્થિત અને સુઘડ બની રહે અને વિદ્યાર્થીઓમાં શિસ્તની ભાવના કેળવાય તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓને સહકાર એ શું છે તેનો ખ્યાલ આવે તે માટે કોલેજમાં સહકારી તાલીમ વર્ગનું દર વર્ષે આયોજન કરી, કોલેજમાં સહકારી પ્રવૃતિ અને તેની ઉપયોગીતાની સમજ આપવામાં આવે છે. જેથી ગ્રામીણ ક્ષેત્રનો આર્થિક, સામાજીક વિકાસ શક્ય બને.
વિદ્યાર્થીઓ શારીરિક રીતે સશક્ત બને તેમજ તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે કોલેજમાં રમત-ગમત સ્પર્ધાઓ રાખવામાં આવે છે. અમારી કોલેજમાં આંતર કોલેજ - ખોખો સ્પર્ધા છેલ્લા ત્રણ વર્ષથી યોજાય છે. જેમાં અમારી કોલેજ દરેક વર્ષે ચેમ્પીયન બની છે.
આર્ટ્સ અને કોમર્સ વિભાગમાં નિયુક્ત વ્યાખ્યાતાઓ વિશેષ યોગ્યતા
-
પ્રાથમિક / માધ્યમિક વિભાગઃ-
કૉલેજના આરંભથી આ સંકુલમાં પાથમિક વિભાગ તેમજ માધ્યમિક વિભાગ કાર્યરત છે. આ બને વિભાગ માટે છાત્રાલયની સુવિધા છે. આર્થિક રીતે નબળા વાલીઓને પરવડે એવા લવાજમ સાથે ઉતમ શિક્ષણ,પૌષ્ટિક આહાર- વિહાર સાથેનું શિક્ષણ અપાય છે.
- જેતપુર -બગસરા મેઇન રોડ ઉપર ૮ એકરમાં પથરાયેલ વિશાળ શૈક્ષણિક સ્ંકુલ.
- હવા-ઉજાસવાળા વર્ગખંડો, શાંત, રમણીય વાતાવરણમાં અભ્યાસકીય પ્રવૃતિઓ.
- વિકાસ પામતી સુવ્યવસ્થિત લાઇબ્રેરી.
- લોકસાહિત્ય, કલા, સંગીત અને વ્યાખ્યાનો જેવી અનેક વિધ પ્રવૃતિઓ.
- સહકાર-વર્ગ, બેન્ક મુલાકાત, સહકારી મંડળી મુલાકાત, ઔદ્યોગિક માગદર્શન.
- નાટ્ક, શિઘ્રકાવ્ય લેખન દ્વારા વિદ્યાર્થીમાં રહેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ.
- કેશ ગુફન, મ્હેદી સ્પર્ધા,રંગોળી સ્પર્ધા, વાનગી સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીનીઓને રોજગારલક્ષી કેળવણી.
- વિદ્યાર્થીના વિકાસની સાથે શારીરિક વિકાસ અને તંદુરસ્તી માટે રમત-ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને વિશેષ પ્રશિક્ષણ અને તાલીમ.
- રમત-ગમત માટેનું વિશાળ મેદાન અને રમત-ગમત માટેના સાધાનોની સુવિધા.
- શૈક્ષણિક પ્રવાસો દ્વારા વિદ્યાર્થીમાં ગુજરાતના અને ભારતના ભવ્ય ઐતિહાસીક વારસાનું દર્શન. પ્રાકૃતિક સ્થળોની મુલાકાત દ્વારા પ્રકૃતિનું મહત્વ અને તેના સૌંદર્યની ઝાંખી, વિભિન્ન પ્રદેશોની મુલાકાત દ્વારા વિદ્યાર્થી સામાજીક વૈવિધ્યતાને ઓળખે સમજે એવો પ્રયત્ન.
- ટિફીન શિબિર દ્વારા પ્રાણી, પક્ષી, વનસ્પતિ,ઔષધિ અંગેનું જ્ઞાન વિકસે એવો પ્રયત્ન.
- વિદ્યાર્થીઓમાં સહસિક્તા કેળવાય એ હેતુસર ટ્રેકિંગ-પંચમુખી,મનાલી, માઉન્ટ આબુ વગેરેના ટ્રેકિંગ કેમ્પોમાં વિદ્યાર્થીઓ જોડાય એ અંગેનું માર્ગદર્શન.
- કોલેજ કેમ્પસ ઉપર જ તબીબી સેવઓની ઉપલબ્ધિ.
- ઉચ્ચક્ષમતા યુક્ત વ્યાખ્યાતાઓ જેમાં અનુસ્નાતક કક્ષાએ ગોલ્ડ મેડાલીસ્ટ,ઍમ.ફિલ, પીએચ.ડી.,યુ.જી.સી. પસ, અધ્યાપકો દ્વારા શિક્ષણ, અધ્યાપકોમાં સુમેળભર્યું વાતાવરણં.
- શિક્ષિત, દીર્ઘર્દ્ષ્ટા, સૂજ-બૂઝ યુક્ત અને નિઃસ્વાર્થ સેવા ભાવનાવાળુ સંચાલક મંડળ.
- શ્રમયજ્ઞના આયોજન દ્વારા વિદ્યાર્થીની શ્રમ પ્રત્યેની સભાનતાની કેળવણી.
- માત્ર શિક્ષણને જ નહિં, સંસ્કારને પણ એટલું જ મહત્વ આપતી સંસ્થા.
- કોલેજના શૈક્ષણિક કાર્યની શરૂઆત પ્રાર્થના દ્વારા.
- બહેનો માટે અલાયદા રૂમની વ્યવસ્થા.
- કોમ્પ્યુટર શિક્ષણ માટેની કોમ્પ્યુટર લેબ. કોમ્પ્યુટરનું વિશેષ શિક્ષણ.
- એન.એસ.એસ. યુનિટ કાર્યરત.
- હવા-ઉજાસવાળા વર્ગખંડો.
- વિદ્યાર્થીઓ માટે વોટરકુલરની સુવિધા.
- ફોન, ઇ-મેઇલ,ઇન્ટરનેટ,ફેક્સ,ઝેરોક્ષ જેવા અત્યાધુનિક સાધનોથી સજ્જ.
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત સરકાર માન્ય કાયમી જોડાણ.
- યુ.જી.સી. દ્વારા ૨(એફ) અને ૧ ૨ (બી) માન્યતા પ્રાપ્ત સંસ્થા.
|